એશિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ બીચ સોકર એશિયન કપ બેંગકોક ખાતે યોજાશે. આ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં ભારતીય ફૂટબોલ ટીમમાં રાજકોટના ખેલાડી રાજ ચૌહાણની ગોલકિપર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતનો પ્રથમ મેચ 20 માર્ચે થાઇલેન્ડ સામે, બીજો મેચ 22 માર્ચે કુવૈત સામે અને ત્રીજો મેચ 24 માર્ચે લેબનોન સામે રમાશે. ત્યારબાદ ક્વોલિફાય થઇ આગળ રમવા જશે.
સ્ટેટ ફૂટબોલ દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ કલબ ચેમ્પિયનશિપમાં કર્ણાવતી ફૂટબોલ કલબ વતી ગોલકિપર તરીકે રાજ ચૌહાણ મેચ રમ્યા હતા તેમજ રાજકોટની એફસી કલબમાં ગોલકિપર તરીકે હાલ રમે છે.