ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા ભારત ગૌરવ ટ્રેન શરૂ કરાઈ

રેલવે મંત્રાલય દ્વારા દેશની મહત્વની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સાથે સાથે જોડાયેલ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દેશભરમાં ભારત ગૌરવ ટ્રેનની 29 ટ્રીપ દોડાવવામાં આવી છે.

આ અનોખી પહેલને આગળ વધારતા, ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા 23 જૂન, 2023ના રોજ સાબરમતી સ્ટેશનથી ‘રામેશ્વરમ તિરુપતિ દક્ષિણ દર્શન યાત્રા’ શરૂ કરવામાં આવશે. આ યાત્રા 8 દિવસ સુધી ચાલશે. યાત્રિકો વધુ વિગતો અને ઓનલાઈન બુકિંગ માટે www.irctctourism.com/bharatgauravની મુલાકાત લઇ શકે છે. ટ્રેનમાં સુરક્ષા् માટે તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ કોચમાં મુસાફરી સહાય માટે મુસાફરી દરમિયાન જાહેર સરનામાની સુવિધા, મુસાફરી વીમાનો સમાવેશ થાય છે.

આ યાત્રા સાબરમતીથી શરૂ થશે અને 7 રાત અને 8 દિવસ (23 જૂનથી 30 જૂન, 2023 સુધી)ના પ્રવાસમાં પાંચ યાત્રાધામોને આવરી લેશે. ટૂર પેકેજની કિંમત સ્ટાન્ડર્ડ 3AC માટે રૂ. 27,500 અને ઇકોનોમી સ્લિપર ક્લાસ માટે રૂ. 15,900 પ્રતિ વ્યક્તિ હશે. ટ્રેનમાં મુસાફરોને તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારીની મુલાકાત લેવાની અનોખી તક મળશે. તમામ રેલ મુસાફરોના લાભ માટે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોના 9 મહત્વના સ્ટેશનો પર બોર્ડિંગ (અને મુસાફરીના અંતે.ઉતરવાની) સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *