ભારતના શૈક્ષણિક સર્ટિફિકેટ વિદેશોમાં માન્ય રાખવા વાટાઘાટો

કેવડિયાની ટેન્ટસીટી – 02 ખાતે જી-20ના ઇન્વેસ્ટર ગૃપની ત્રિદિવસીય બેઠકનો સોમવારથી પ્રારંભ થયો છે. જેમાં વિવિધ દેશના 75 જેટલા પ્રતિનિધિ ભાગ લઇ રહ્યાં છે. ઉદઘાટન પ્રસંગે કેન્દ્ર સરકારના વાણિજય વિભાગના સચિવ સુનિલ બર્થવાલેએ જણાવ્યું હતું કે, આ બેઠકથી દેશના અર્થતંત્રને વેગ મળશે અને વિદેશી રોકાણ દેશમાં આવવાથી રોજગારીની તકો વધશે અને આદિવાસી વિસ્તારોમાં વધુ રોકાણ આવે તેવા પ્રયાસો રહેશે. કેવડિયા ટેન્ટ સીટી 1 માં કોન્ફરન્સ હોલ ખાતે ‘ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ સેમિનારને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ સુમિતા ડાવરા,સચિવ રાજેશ કુમાર સિંહ, સચિવ સુનિલ બર્થવાલે વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો.

વિદેશી રોકાણ દેશમાં આવવાથી રોજગારીની તકો વધશે
સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે આ જે વિવિધ પાંચ વિષયો માં 3જી ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ સેમિનાર યોજાયો હતો. નર્મદા જિલ્લો આકાક્ષી જિલ્લો છે ત્યારે આદિવાસીઓએ બનાવેલી વસ્તુઓને વૈશ્વિક સ્તરે નામ મળે નાના અને લઘુ ઉદ્યોગો છે. જેને પ્રોત્સાહન મળે આ બધી બાબતોમાં કામ કરવાનું છે. દેશનો વિકાસ દર વધે અને વિદેશી રોકાણકારો આવશે તો સ્થાનિક રોજગારી પણ વધશે. ભારતમાં શિક્ષણ મેળવી વિદેશોમાં નોકરી માટે જતાં ભારતીયોને નોકરી મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વિદેશોમાં ભારતીય સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવતાં નથી
​​​​​​​વિદેશોમાં ભારતીય સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવતાં નથી ત્યારે આ બાબતે વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરવામાં આવી છે. આ બેઠક બાદ વધુ બે બેઠકો થશે અને અંતે તારણ પર પહોંચી એકશન પ્લાન ઘડવામાં આવશે. બીજી તરફ ભારત સરકારે નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી, સ્ટેટ લોજિસ્ટિક્સ પોલિસી,, લોજિસ્ટિક્સ ડેટા બેં, પોર્ટ કનેક્ટિવિટી પ્લાન વગેરે જેવી ડિજિટલ પહેલ જેવા સુધારાને કારણે 2023માં ભારતે વૈશ્વિક લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં તેની રેન્કિંગમાં સુધારો કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *