ત્યાં આજુબાજુ સાતથી દસ ફૂટનું ખોદાણ કરીને નાનકડા ખાડાઓને મોટું સ્વરૂપ આપીને વધારે મસમોટા ખાડાઓ બનાવીને આ ખાડાઓ બુરવામાં આવતા હોવાથી આ ખાડાઓમાં સિમેન્ટ, રેતી અને કાંકરીનું પ્રમાણ વધી જતાં પાલિકાની તિજોરીને નુકશાન ભોગવાનો વારો આવશે.
આથી તંત્ર દ્વારા લોકોની આંખમાં ધૂળ નાખવા જેવો ભ્રષ્ટાચાર ને વહેલાસર રોકવામાં નહિ આવે તો આ નાનકડા ખાડાઓને મોટા ખાડાઓ દેખાડીને અમુક માણસો નગરપાલિકામાં ખોટા બિલો મૂકીને પોતાનો સ્વાર્થ બારોબાર સાધી લેશે અને સરકારની તિજોરીને નુકસાન થશે. આથી આ અટકવું જોઇએ તેવી લોકોમાં ચર્ચા ચાલી છે.