ભાયાવદરમાં ઘણા સમયથી ભ્રષ્ટાચારના ચકડોળે ચડી ચૂકેલો અને નવો બની રહેલો નિર્મળ પથ વધુ એક વાર ફરી ચર્ચાના ચકડોળે ચડી ગયો છે.
થૂંકના સાંધા કરી કરીને શહેરીજનોને સારા રસ્તાની ભેટ આપવા મથતા પાલિકાના સત્તાધિશો કેટલું ય ઢાંકવા મથે છતાં ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે છે અથવા તો પેવર બ્લોક ફાડીને બહાર આવી જાય છે.
તાજેતરમાં સામાન્ય વરસાદમાં જ પેવર બ્લોકમાં પાણી ભરાતા વિકાસનો પરપોટો લોકોની નજર સામે આવ્યો હતો. ભાયાવદરમાં જાગનાથ વિસ્તારથી રેલવે સ્ટેશન સુધી બની રહેલા રોડ માટે સરકારે અંદાજે 1 કરોડ રૂપિયા જેવડી રકમ નગર પાલિકાને ભાયાવદર શહેરના વિકાસ માટે ફાળવી હતી પણ અત્યારે હજી રોડ તો બનાવાનો બાકી છે તે પેલા કોન્ટ્રાક્ટર, સત્તાધીશોની સાંઠગાંઠ પ્રમાણે રોડની પહેલા બંને સાઈડની ફૂટપારી જેમ તેમ બનાવીને તેમની અંદર પેવર બ્લોક ફિટિંગ કરી દીધા હતા
ત્યારે આ પેવર બ્લોકમાં ઘણી જગ્યાએ પીસીસી કરવામાં નહોતું આવ્યું અને ખાલી ભળિયાની ભૂકી નાખીને બ્લોક ફિટ કરી દેવામાં આવ્યા હોય આથી પેવર બ્લૉક બેસી ગયા હતા ત્યારે આ બનાવ બારામાં ઘણા જાગૃત લોકોએ તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું પણ સત્તાધીશો એવું વિચારતા હતા કે અમે કાંઈક છીએ પણ તેમના વહેમને સામાન્ય વરસાદે દૂર કરી નાખ્યો હતો.