ભાયાવદરમાં દોઢ જ મહિનામાં સિમેન્ટ રોડ ધૂળધાણી, પાલિકાએ ખાડા બૂર્યાં

દોઢ મહિના પહેલાં જ્યાં સિમેન્ટના રોડ હતા, ત્યાં ચોમાસાને કારણે ખાડા પડી ગયા હતા. આ ખાડાઓ બુરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ છે.

એક-બે ફૂટના ખાડાને આજુબાજુ ખોદીને 7 થી 10 ફૂટનું મોટું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ ખોદાણનો હેતુ ભ્રષ્ટાચાર કરવાનો હોવાનું કહેવાય છે.

જોકે, ખાડા માંડ બુરવામાં આવ્યા ત્યાં જ તેમાંથી સિમેન્ટ અને કાંકરીઓ ઉખડીને બહાર આવી ગઈ. દોઢ મહિનામાં જ પાલિકાના ખાડાઓ બુરવાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે.

હવે જો આ ખાડા બુરવામાં પાલિકાએ કેટલો ખર્ચ કર્યો તેની તપાસ કરવામાં આવે તો ઘણા સત્તાધીશોના તપેલા ચડી જાય તેવું પણ બની શકે છે. જોવાનું એ રહે છે કે આ તપાસ કોણ કરશે અને કરશે કે કેમ, તે સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *