હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સપ્તાહમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમીયાન ધોરાજીમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે સફુરા નદીમા પુર આવ્યું હતું.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ધોરાજી માં 24કલાક મા ચાર ઈંચ જેટલો વરસાદ પડતાં રોડ પર પાણી વહી ગયા હતા ધોરાજી નાં શાકમાર્કેટ, ચકલાં ચોક, રામપરા,ફરેણી રોડ સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં લોકો ને હાલાકી ભોગવવી પડી હતી. પંચનાથ મહાદેવ મંદિરમાં અને સોનાપૂરીમાં વરસાદી પાણી ઘુસ્યા છે.
ધોરાજીમાં ભારે વરસાદને પગલે સફૂરા નદીમાં પૂર અને મોટી પાનેલીમાં ફૂલઝર ડેમ ઓવરફ્લો થયો હતો, જ્યારે ગોંડલમાં ગત રાત્રીથી ધીમી ધારે સાંજ સુધીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.વરસાદ ને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. તાલુકા ના વાસાવડ, દેરડી,શ્રીનાથગઢ, મોવિયા સહિત પંથકમાં વરસાદ વરસ્યો છે.