ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના, 19 સભ્યોનો સમાવેશ

ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. ભાજપ ગુજરાત દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની નવી રચના જાહેર કરવામાં આવી છે, જેમાં રાજ્યના ટોચના નેતાઓ અને અનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આ નવી સમિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગત્યના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ અને સંગઠનના અનુભવી કાર્યકરોને પણ મહત્વ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપ ચૂંટણી પહેલા સંગઠનને એકજૂટ અને સશક્ત બનાવવા પર ભાર મૂકી રહી છે.

સમિતિમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને જિલ્લા સ્તરના પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેથી દરેક વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ મળી રહે. ખાસ કરીને મહિલા અને અનુસૂચિત જાતિના નેતાઓને પણ સમિતિમાં સામેલ કરીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *