ભાજપ ધર્મના નામે રાજકારણ કરે છે, પક્ષપલટુ નેતાઓને સાંભળવા એ જનતાની કમનસીબી – પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મેહુર લવતુકા

ભાવનગર મહાનગરપાલિકાની યોજનાર ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા થી પોતાના પ્રચાર કાર્યનો પ્રારંભ કરી દીધો છે ત્યારે આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા બોર તળાવ બોર્ડના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . જેમાં કોંગ્રેસ પક્ષના આગેવાનોએ પક્ષપલટો કરનારા નેતાઓ તથા ભાજપ, આપ પર આકરા પ્રહાર કર્યા હતા,

જયદીપસિંહ ​લોકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, “બોરતળાવ વિસ્તારના લોકોએ મને હંમેશા પરિવારની જેમ પ્રેમ આપ્યો છે છેલ્લા 15 વર્ષ ની ચૂંટણીઓમાં હું હાઈએસ્ટ લીડથી જીત્યો છું. જ્યારે ભાજપનો દબદબો હતો, ત્યારે પણ આ વિસ્તારના લોકોએ મને 3,000ની લીડ અપાવી હતી. તેમણે ઉમેર્યું કે આ વખતે લોકોનો મિજાજ બદલાયો છે અને જયદીપસિંહ નહીં પણ તેમનું કામ બોલી રહ્યું છે, વધુમાં જણાવ્યું હતું કે, તમે મને એક દિવસ મત આપશો, હું તમારા માટે 1825 દિવસ ઋણી રહીને કામ કરીશ, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરનારાઓએ અત્યારે ભય ફેલાવ્યો છે કોંગ્રેસના કાર્યકરો જાગે અને ઘરે-ઘરે જઈને લોકોને સમજાવે કે આ વખતે પરિવર્તન જરૂરી છે, ​ભાવનગર શહેર અને જિલ્લામાં આ વખતે કોંગ્રેસનું વાતાવરણ મજબૂત હોવાનો અને પેનલ ટુ પેનલ જીતવાનો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *