ભાજપે ભભૂકતા રોષ વચ્ચે અંતે રાત્રે અમદાવાદ-સુરતના ઉમેદવાર જાહેર કર્યા

ભાજપે 10 એપ્રિલે દિવસભર થોડી થોડીવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મનપા અને નપાના ઉમેદવારો જાહેર કર્યા હતા. જો કે સુરત અને અમદાવાદનો વારો છેલ્લે આવ્યો હતો. 10 વાગ્યા પછી સુરતની યાદી આવી હતી.

જ્યારે બળવાના ડરે અટકેલી અમદાવાદની યાદી 11 વાગ્યે જાહેર કરી હતી. આ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી કરી ઉમેદવારોને ફોન કર્યા હતા. સાંજ સુધીમાં સુધીમાં 42 ઉમેદવારને ફોન ગયો હતો, જ્યાં ફોન કર્યા છે તે વોર્ડમાંથી પણ રાજીનામાં પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ચાંદખેડા વોર્ડના ઉમેદવાર તો ખાનપુર અને ધારાસભ્યની ઓફિસે ઉગ્ર રજૂઆત કરવા પણ પહોંચી ગયા હતા. આ બધી વાતો વચ્ચે એક વાત તો સ્પષ્ટ થઈ હતી કે ‘ભાજપને લેબોરેટરી સ્ટેટમાં ફોર્મ્યુલા મળી નહોતી’

અમદાવાદ બાદ યાદી જાહેર થતાં જ રાજકોટમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો, જેમાં ક્રાઈમ બ્રાન્ચને ઉતારવી પડી હતી. ટિકિટ ના મળતા પૂર્વ કોર્પોરેટર નિતિન રામાણી 200 કાર્યકર્તાઓ સાથે રાજકોટ શહેર ભાજપ ઓફિસ ખાતે પહોંચ્યા છે.

મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપની ચૂંટણી સમિતિની બેઠક આજે ફરીથી ગરમાઈ છે, કારણ કે સૌરાષ્ટ્ર સહિત બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામ પર હજુ સુધી એકમત થઈ શકાયું નથી. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં ઉમેદવાર પસંદગીમાં વિલંબને કારણે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. બીજી તરફ, પોતાના ઉમેદવારો માટે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ દ્વારા જોરદાર લોબિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે દબાણ પણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં આજે બેઠક મોડીરાત સુધી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મોડી રાત સુધીમાં બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *