ભાજપના વોર્ડ પ્રમુખનું પૌષ્ટિક આહારનું કૌભાંડ

રાજકોટમાં વોર્ડ નંબર 6 ના ભાજપ પ્રમુખે દૂધસાગર રોડ પાસે આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાં પૌષ્ટિક આહારનું કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભૂલકાઓને આપવામાં આવતું બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ રિક્ષામાં જતા હોવાનું પકડાઈ ગયું હતું.

ICDSના CDPO દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જોકે આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી ત્યારે સામે પક્ષે આંગણવાડી કાર્યકર રજા પર ઉતરી ગયા છે અને હેલ્પરે કોઈ કૌભાંડ ન થયું હોવાનું જણાવ્યું હતું. CDPO(ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર)એ આક્ષેપ કર્યો છે કે જે સમયે અનાજ રીક્ષામાં લઈ જવાતું હતું ત્યારે રેડ પાડી હતી. આ દરમિયાન આંગણવાડી વર્કરના ફોનમાંથી ભાજપના કોઈ વ્યક્તિની ભલામણ આવી હતી.

શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલી શાળા નંબર 78માં આંગણવાડીનો પૌષ્ટિક આહાર રિક્ષામાં ભરી રામવન પાસેની સોસાયટીમાં લઈ જવા તો હોવાની બાતમીના આધારે ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર સહિતના અધિકારીઓએ રેડ પાડી હતી અને રીક્ષા ચાલકને પકડી પાડ્યો હતો જે બાદ પૌષ્ટિક આહારના 36 પેકેટ ફરી આંગણવાડીમાં મૂકવામાં આવ્યા હતા.

આ બાબતે CDPO જયશ્રીબેન સાકરીયાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે મને ફોન આવ્યો હતો કે કોડ નંબર 6માં આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાંથી GJ 03 BX 5984 નંબરની રિક્ષામાં બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ પગ કરી જતા ઝડપી પાડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *