શહેરમાં નાના મવા રોડ પર ન્યૂ ગાંધી સોસાયટીમાં રહેતા અને વોર્ડ નં. 5ના ભાજપના કોર્પોરેટર સાથે કંપનીમાં રોકાણ કરવા અને 50 ટકા ભાગીદારી આપવાની લાલચ આપી રૂ.48 લાખની છેતરપિંડીની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી હતી પરંતુ આરોપી ભૂગર્ભમાં ચાલ્યા ગયા બાદ તેને કરેલા આગોતરા કોર્ટએ નામંજૂર કરતા તાલુકા પોલીસે તેની ધરપકડ કર્યા બાદ એલસીબી ઝોન-2ની ટીમે વધુ કેટલા લોકોને ફસાવ્યા તેમજ ઠગાઇના ગુનામાં વધુ કેટલા શખ્સો સામેલ છે તે સહિતની પૂછતાછ કરી તેના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના નગરસેવક દિલીપભાઇ રસિકભાઇ લુણાગરિયાએ ફરિયાદ કરી હતી જેમાં તેને આરોપી તરીકે નાના મવા રોડ પર આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતાે જય ઉર્ફે જયસુખ હરીભાઇ સાકરિયાનું નામ આપ્યું હતુ. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ભાઇ કેયુરભાઇ અગાઉ માર્કેટિંગનું કામ કરતા હોય જેથી તેના પરિચિત જય સાકરિયા સાથે ઓળખાણ થઇ હતી અને ત્યાર બાદ પારિવારિક સંબધો હોય ત્રણેક વર્ષ પહેલા તે કયુફોન કંપની ધરાવતા હોય અને સોફટવેર બનાવતી હોવાનુ અને તેની એપ્લીકેશન ગુગલમાં પ્રમોટ કરીએ છીએ જેથી કંપની સારી એવી કમાણી કરશે તો તમારે અમારી કંપનીમાં રોકાણ કરવુ હોય તો તમને 50 ટકા નફો આપશુ કહી લાલચ આપી કટકે-કટકે તેની પાસે પડેલા રૂપિયા તેમજ લોન મેળવી અને તેના પરિવારના સહિત રૂપિયા50 લાખનું રોકાણ કરેલું.