ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં આગ

સુરતના સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી બંધ હાલતમાં પડેલી ભાગેડુ નિરવ મોદીની જર્વેલરીની કંપનીમાં ગુરુવાર રાત્રે ગ્રાઉન્ડ ફલોર આગ ફાટી નીકળ્યા બાદ શુક્રવારે ફરી આગ લાગતા ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાતા અફડાતફડી અને નાસભાગ થઇ જવા પામી હતી. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી સાથે જોડાયેલી આ કંપનીમાં આગ લાગી કે પછી આગ લગાવવામાં આવી હોવાની આશંકાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

ફાયરબ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે ભાગેડું નીરવ મોદીની બંધ હાલતમાં પડેલી ફાયર સ્ટાર ડાયમંડ નામક જર્વેલરીની કંપનીમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર ગુરુવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી. આગ ફેલાતા પહેલો માળ પણ ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સચીન નોટી ફાઇડ ફાયરને જાણ થતા ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી.

છ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો શુક્રવાર ફરી આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધૂમાડાના ગોટાગોટા નીકળવા માંડ્યા હતા. જેના લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતા અફડાતફડી અને દોડધામ થઈ જવા પામી હતી. જોકે પાલિકાના ફાયર બિગ્રેડને કોલ મળતા લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ઘસી જઈને સતત પાણીનો છંટકાવ કરતાં છ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ પર કાબૂ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *