ભર ઉનાળે બીજુ માવઠુ, અમરેલીમાં રોડ પલળી ગયાં

ઉનાળામાં આકરી ગરમીની શરૂઆત થયા બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માવઠાની સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ભરઉનાળે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે.

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાંભા ગીરના ગામડાઓમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભાના જીક્યાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતાં. ભર ઉનાળે કમોસમી વરસાદથી કેરી તલ, બાજરી સહિત પાકને નુકસાનની ભીતિથી ધરતી પુત્રોમાં ફરીવાર ચિંતા ફેલાય છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. મોટા ભાગના શહેરમાં તાપમાન 41 ડીગ્રીએ પહોંચ્યું ગયું હતું. જો કે તે બાદ અચાનક જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અસહ્ય ગરમીની શરૂઆત વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસ સુધી અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ અને તેજ પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના પાકને પણ નુકશાન ગયું હતું. જો કે તે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા ફરી ગરમીની શરૂઆત થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *