ભણવામાં તેજસ્વી પણ આર્થિક નબળા વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણની ઢાલ’

‘સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ’ દ્વારા છેલ્લા 8 વર્ષથી ‘જ્ઞાન સંકલ્પ યોજના-9’ હેઠળ આ વર્ષે પણ ધોરણ 8 પાસ કરી ચૂકેલા તેજસ્વી અને આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ધોરણ 9 થી 12 સુધીનું નિ:શુલ્ક શિક્ષણ અપાશે. દર વર્ષે અંદાજે 150થી 200 જેટલા વિદ્યાર્થીઓ આ યોજના માટે પ્રવેશ પરીક્ષા આપે છે, જેમાંથી મેરિટ અને પરિવારની આર્થિક જરૂરિયાતને ધ્યાને રાખીને ટોચના 20 બાળકોની પસંદગી કરવામાં આવે છે.

પસંદ થયેલા 20 વિદ્યાર્થીઓના ધો.9થી 12 સુધીના અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડે છે. જેમાં શાળાની ફી, યુનિફોર્મ અને પુસ્તકો, અન્ય શૈક્ષણિક સાધન-સામગ્રી. આ તમામ સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં 180થી વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ પોતાની કારકિર્દી બનાવી ચૂક્યા છે.

ચાલુ વર્ષે ધો.8ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ તા.20 એપ્રિલ સુધીમાં મુરલીધર શૈક્ષણિક સંકુલ 8/11, વર્ધમાનનગર, પેલેસ રોડ ખાતે ડો.અનુભાભાઈ વ્યાસ અથવા સુરભિબેન આચાર્યનો સંપર્ક કરવો.

એક દીપક અનેક દીપકને પ્રગટાવી સમાજમાં નામ રોશન કરે ત્યારે પ્રોજેક્ટ ખરા અર્થમાં સાર્થક ગણાય આ પ્રોજેક્ટ સમાજના જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી બાળકો માટે હાથ ધરવામાં આવ્યો છે અને પ્રતિવર્ષ આ પ્રોજેક્ટ સતત આગળ વધતો રહે અને સમાજને તેજસ્વી તારલાઓ મળતા રહે તે માટે કટિબદ્ધ છીએ. અમે એક દીપ પ્રગટાવી એક પરિવારને આગળ લાવીએ અને આ એક દીપક અનેક દીપકને પ્રગટાવી સમાજમાં નામ રોશન કરે ત્યારે પ્રોજેક્ટ ખરા અર્થમાં સાર્થક ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *