આટકોટ પાસેના વીરનગરમાં કોલેજમાં અભ્યાસ કરતા યુવકે ભણતરના ભારથી કંટાળીને જીવતર જ ટૂંકાવી લેવાનો નિર્ણય કર્યો હતો અને ઘટનાની જાણ થતાં પરિવારે તેને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય એક બનાવમાં જંગવડ ગામે રહેતી આદીવાસી મહિલાએ કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં તેનો મૃતદેહ જ પહોંચયો હતો. આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આટકોટ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર વીરનગરમાં રહેતા મંથન જયંતીભાઈ શીયાળ નામના 18 વર્ષનાં યુવાને પોતાના ઘરે જ ગળા ફાંસો ખાઇ લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. જયંતીભાઈને બે પુત્ર હતા જેમાં આ મંથન મોટો પુત્ર હતો અને તે જે કોલેજમાં અભ્યાસ કરતો હતો. અભ્યાસમાં ધાર્યું પરિણામ ન મળતું હોવાને લીધે તે હિંમત હારી ગયો હતો અને અંતે જીવન જ ટૂંકાવી લેવાનું નક્કી કરી પોતાના ઘરે રૂમ બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. પરિવારને મંથનના કૃત્યની જાણ થતાં જ તરત તેને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તે પહેલાં તો તેનો જીવ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં આટકોટ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેમજ કાર્યવાહી શરૂ કરી હતી