ભક્તિનગર સર્કલ ખાતે ધર્મ રક્ષક પરિષદ દ્વારા 20મા વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. આ વર્ષે પણ ભારતમાતા, વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતી થીમ કરાઇ છે. જેમાં ઓપરેશન સિંદૂરની થીમ રખાઇ હતી.
આયોજનની ખાસ વિશેષતા છે કે, બાપ્પાની સાથે ભારતમાતાનું પણ સ્થાપન કરાય છે. તેમજ ભક્તિ સાથે દેશભક્તિના સંગમમાં દાદાની આરતી બાદ રોજ રાષ્ટ્રગીતનું પણ આયોજન કરાયું હતું. જેમાં તમામ સંપ્રદાયના સાધુ-સંતોને આમંત્રણ અપાયું હતું.
ગણેશ ચતુર્થીની ઉજવણીનો અંતિમ દિવસ અનંત ચર્તુદશી હોય છે. શાસ્ત્રી રાજદીપભાઇ જોષી જણાવે છે કે, એક કથા પ્રમાણે પાંડવો જુગારમાં પોતાનું રાજ હારી જાય છે અને વનવાસ ભોગવે છે. પાંડવોને બહુ કષ્ટ ભોગવવું પડતું હોય છે.
આથી શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને અનંત ચતુર્દશીનું વ્રત કરવાની સલાહ આપે છે. આ વ્રત પાંચેય પાંડવો દ્રૌપદી સાથે વિધિવિધાનથી કરે છે અને પોતાના હાથમાં અનંત સૂત્ર બાંધી રક્ષા મેળવે છે અને સંકટોથી મુક્તિ મેળવે છે. અનંત ચર્તુશીનું વ્રત કરવાથી જીવનમાં રક્ષા મળે છે.