બ્લડ સેમ્પલની હેરાફેરી કરી, ડોક્ટરે સેમ્પલ કચરામાં નાખ્યું

ક્રાઈમ બ્રાન્ચે સોમવારે (27 મે) સવારે પુણે પોર્શ અકસ્માત કેસમાં બે ડોક્ટરોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા ડૉ. અજય તાવરે, સસૂન જનરલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા અને ડૉ. શ્રીહરિ હાર્લર પર સગીર આરોપીના લોહીના નમૂના સાથે ચેડાં કરવાનો આરોપ છે.

પોલીસે જણાવ્યું કે આરોપી સગીરનો આલ્કોહોલ બ્લડ ટેસ્ટ બે વખત કરવામાં આવ્યો હતો. જેમાંથી પ્રથમ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બીજા ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજા ટેસ્ટમાં જાણવા મળ્યું કે આરોપીના લોહીમાં આલ્કોહોલ હતો. સગીરનાં બ્લડ સેમ્પલને ડસ્ટબીનમાં નાખી દેવામાં આવ્યું હતું જ્યારે તેના સ્થાને બીજી વ્યક્તિનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.

પોલીસ બંને તબીબોની પૂછપરછ કરી રહી છે. આજે બપોરે બંનેને શિવાજીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ કમિશનર આ કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ કરશે, જેમાં વધુ કેટલાક નવા ખુલાસા થઈ શકે છે.

18 મેના રોજ, પુણેના કલ્યાણી નગરમાં, દારૂના નશામાં એક સગીરે બાઇક પર સવાર યુવક અને યુવતીને કારથી ટક્કર મારી હતી, જેમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીના દાદા અને પિતા અને 2 ડોક્ટરનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *