બ્રિટન વિદેશી ગુનેગારોને તાત્કાલિક દેશનિકાલ કરશે

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે વિદેશી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી છે. સ્ટાર્મરે ‘પહેલા ડિપોર્ટ, પછી અપીલ’ નીતિની જાહેરાત કરી છે.

આનો અર્થ એ થયો કે હવે જો પ્રવાસીઓ બ્રિટનમાં ગુનો કરે છે, તો તેમને તાત્કાલિક તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવશે. પહેલા આ માટે અપીલ કરવાનો સમય હતો, પરંતુ હવે આવું નહીં થાય.

હવે તેઓ પોતાના દેશમાં પાછા ફર્યા પછી જ અપીલ કરી શકશે. નવી યાદીમાં હવે ભારત, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ પાકિસ્તાનને બાકાત રાખવામાં આવ્યું છે. જ્યારે થોડા મહિના પહેલા કુખ્યાત ગ્રુમિંગ ગેંગ કેસમાં પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહમંત્રી યવેટ કૂપર કહે છે કે અમે અમારા કાયદાઓનો દુરુપયોગ થવા દઈશું નહીં. અપીલના નામે ગુનેગારો મહિનાઓ અને વર્ષો સુધી અહીં રહી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *