બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ગીરમાં, ગુજરાત પર અભિભૂત થઈ

બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌતે આજે તેમની મોટી બહેનના દીકરા પૃથ્વી (ભાણિયા) સાથે ગુજરાતની શાન સમાન સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી. વહેલી સવારે ગુજરાતના એશિયાટિક સિંહોના દર્શન કરીને કંગના રનૌત ગીરની ભવ્યતાથી અત્યંત અભિભૂત થઈ હતી.

કંગના રનૌતે ભાણિયા સાથે ગીરની મુલાકાત લીધી સાસણ ગીર વન વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે વહેલી સવારે 6:15 વાગ્યાની આસપાસ કંગના રનૌતે તેના ભાણિયા પૃથ્વી સાથે સફારી પાર્કમાં પ્રવેશ કર્યો હતો. એક્ટ્રેસે આશરે બે કલાકનો સમય જંગલ સફારીમાં વિતાવ્યો હતો. કંગના રનૌતે ખુલ્લી જિપ્સીમાં સફારી પાર્કની મુલાકાત લઈને જંગલનો રોમાંચક અનુભવ કર્યો હતો.

સફારી દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે તેના ભાણિયા સાથે બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન કર્યા હતા. ગીરના જંગલમાં મુક્તપણે વિહરતા સિંહોને જોઇને કંગના રનૌત ખૂબ જ ખુશ થઈ હતી અને ગુજરાતનું ગૌરવ એવા આ શક્તિશાળી પ્રાણીઓના ભરપૂર વખાણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *