બોલિવૂડની ‘લૈલા’ની રિયલ લાઇફમાં ‘મજનૂ’ની એન્ટ્રી!

‘ઓ રોમિયો’માં શાહિદ કપૂર સાથે ઓન સ્ક્રીન રોમાંસ કરી રહેલી તૃપ્તિ ડિમરીની રિયલ લાઈફમાં ‘મજનૂ’ની એન્ટ્રી થઈ ગઈ છે. વાસ્તવમાં, તૃપ્તિએ 23 ફેબ્રુઆરી (સોમવારે) પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. તેના આ ખાસ દિવસને તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટે વધુ ખાસ બનાવવા પ્રયાસ કર્યો છે. બર્થ ડે સેલિબ્રેશનના ફોટો અને વીડિયો વાઇરલ થતાં જ ચાહકો માની રહ્યા છે કે તૃપ્તિ સેમના પ્રેમમાં છે.

બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું

‘એનિમલ’ ફિલ્મથી ચાહકોના દિલમાં વસી જનારી તૃપ્તિને તેના જન્મદિવસે ચાહકોએ અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી. આ બધા વચ્ચે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટે તેને ખાસ અંદાજમાં વિશ કર્યું હતું. સેમ મર્ચન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તૃપ્તિ સાથેનો એક કોઝી ફોટો શેર કરીને બર્થ ડે વિશ કર્યું છે. ફોટોમાં બંને બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કરી રહ્યા છે. બંનેની નિકટતા તેમના સંબંધો પર મહોર મારી રહી છે.

સેમ મર્ચન્ટે ન માત્ર તૃપ્તિને ખાસ અંદાજમાં વિશ કર્યું છે, પરંતુ તેના આ સ્પેશિયલ દિવસને વધુ સ્પેશિયલ બનાવવા માટે જહેમત પણ ઉઠાવી છે. ખરેખર, સેમે બર્થ ડે સેલિબ્રેશનના ઇનસાઇડ ફોટો અને વીડિયો શેર કર્યા છે. વીડિયોમાં તૃપ્તિ નજીકના મિત્રો અને પરિવાર સાથે સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. તે બાળકો સાથે કેક કાપતી પણ દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *