બોલબાલા મહાદેવ મંદિરે આજે અર્ધનારેશ્વર મહાદેવના દર્શન

બોલબાલા મહાદેવ મંદિરે આજે શ્રાવણના ત્રીજા સોમવારે મહાકાલના અર્ધનારેશ્વર મહાદેવના વિશેષ દર્શન સાંજે ચાર વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી થશે.

શ્રાવણના પ્રથમ સોમવારે સવા લાખ રુદ્રાક્ષના શિવલિંગ સાથે અદભુત ચિરોડી કલરની રંગોળીના દર્શન કરવામાં આવેલા હતા. આ ઉપરાંત શ્રાવણના બીજા સોમવારે અનાજ કઠોળમાંથી શિવયંત્ર બનાવી અલગ દર્શન કરવામાં આવ્યા હતા. અગાઉ પણ બોલબાલા મંદિરે ઉજ્જૈન મહાકાલની પ્રતિકૃતિ રૂપે આબેહૂબ મહાકાલ સ્વરૂપ તેમજ કાશી કે કોરવાલના દર્શન રાખેલા હતા.

આ વર્ષે અર્ધનારેશ્વર મહાદેવના વિશેષ દર્શન 11 ઓગસ્ટે સાંજે 4:00થી રાત્રિના 12:00 વાગ્યા સુધી બોલબાલા ધામ, મિલપરા મેઇન રોડ ખાતે મહાઆરતી, દીપમાળા સાથે ફરાળી પ્રસાદ વિતરણનો પણ ધાર્મિક કાર્યક્રમ રખાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *