બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ આજે, વેબસાઈટ પરથી રિઝલ્ટ જોઈ શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રેગ્યુલર પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા જૂન મહિનામાં લેવાઈ હતી. જેનું પરિણામ આજે જાહેર થશે. બપોરે 12.00 કલાકે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી રિઝલ્ટ જોઇ શકશે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર નિહાળી શકશે. વેબસાઈટમાં વિદ્યાર્થીઓએ પોતાનો સીટ નંબર લખવાનો રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રૂપ સુધારા, ગુણ- તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી તે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *