BCCIએ IPL ફ્રેન્ચાઇઝ કોચી ટસ્કર્સ કેરળના માલિકોને 538 કરોડ રૂપિયાનું નુકસાન ચૂકવવું પડશે. બોમ્બે હાઈકોર્ટે મંગળવારે મધ્યસ્થી ટ્રિબ્યુનલના નિર્ણય સામે BCCIની અરજી ફગાવી દીધી હતી.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ આરઆઈ ચાગલાએ કહ્યું, ‘આ કેસમાં કોર્ટ દખલ કરી શકે નહીં કારણ કે મધ્યસ્થી અને સમાધાન કાયદાની કલમ 34 હેઠળ કોર્ટની ભૂમિકા મર્યાદિત છે. BCCIનો પડકાર કાયદાની કલમ 34ના કાર્યક્ષેત્રની વિરુદ્ધ છે. અમે ફક્ત એટલા માટે નિર્ણય બદલી શકતા નથી કારણ કે તમને તે ગમતું નથી.’
10 વર્ષ પહેલા 2015માં ટ્રિબ્યુનલના જસ્ટિસ આરસી લાહોટીએ ફ્રેન્ચાઇઝીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે BCCI ટીમને વળતર તરીકે 538 કરોડ રૂપિયા ચૂકવશે. BCCIએ ટ્રિબ્યુનલના આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.