બોમન ઈરાનીનું ડિરેક્ટર તરીકે ડેબ્યૂ

બોમન ઈરાનીની ફિલ્મ ‘ધ મહેતા બોય્ઝ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં પિતા-પુત્ર વચ્ચેનો એક ઈમોશનલ ટચ જોવા મળશે.આ ફિલ્મથી બોમન ઈરાનીએ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ પણ કર્યું છે. ટ્રેલરમાં એક કૌટુંબિક સંઘર્ષની સાથે પિતા-પુત્રના સંબંધની સાચી લાગણીઓના મુદ્દા પર વાત કરવામાં આવી છે.

ગુજરાતી પિતા-પુત્રની શાનદાર કહાની હળવી-હળવી ક્ષણો અને ઈમોશનલ ટચનું મિશ્રણ આ સ્ટોરીને ખાસ બનાવે છે. ટ્રેલરમાં એક ડાયલોગ છે તેના પરથી એક ગુજરાતી પિતાનો રોલ બતાવવામાં આવ્યો હોય તે સ્પષ્ટ થાય છે. લેખક, એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર બોમન ઈરાનીએ કહ્યું, મારા માટે, ‘ધ મહેતા બોય્ઝ’ એક અત્યંત વ્યક્તિગત સફર છે. પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ સૌથી જટિલ અને ઈમોશનલ સંબંધોમાંનો એક છે.

‘બે લોકો વચ્ચેના બંધનની કસોટી’ વધુમાં તેમણે કહ્યું કે- આ ફિલ્મ દ્વારા, હું બતાવવા માગતો હતો કે કેવી રીતે બે લોકો વચ્ચેના બંધનની કસોટી સમય, ગેરસમજણો અને વણઉકેલાયેલા મુદ્દાઓ દ્વારા થઈ શકે છે. આ એક એવી વાર્તા છે જે વર્ષોથી મારી સાથે રહી છે, અને હું તેને પ્રાઇમ વીડિયો પર ભારત અને વિશ્વભરના દર્શકો સાથે શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું સમગ્ર કલાકારોનો ખૂબ ખૂબ આભારી છું જેમણે પોતાનાં પાત્રોને આટલી ઊંડાણ અને વાસ્તવિકતા સાથે ભજવ્યાં, સ્ટોરીનો દરેક અર્થ સાર્થક બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *