બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી; સોની બજારમાં દુકાનમાં ઘુસી બંગાળી દંપતી પર હુમલો કરી તોડફોડ

ભરત વિનુભાઈ ઝિંઝુવાડીયા (ઉં.વ.33) ગઈકાલે સાંજે 5.30 વાગ્યા આસપાસ બામણબોર ગામના પાટીયા પાસે હતો, ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ કુવાડવા બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોકટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. ભરત ટ્રક ડ્રાઇવિંગ કરતો તેને સંતાનમાં બે પુત્ર છે. ગઈકાલે સાંજે 4.30 વાગ્યાં આસપાસ ભરતે પોતાના ભાઈ લવજીને ફોન કરી જાણ કરી હતી કે, તેણે બામણબોર પાટીયા પાસે ઝેરી દવા પી લીધી છે. ભાઈઓ અને સગા સંબંધીઓ શોધતા શોધતા બામણબોર પાટીયા પાસે પહોંચ્યા હતા. જ્યાં ભરતનો ટ્રક પડ્યો હતો તેમાં ઉપર ભરત બેભાન હાલતમાં મળ્યો હતો. એરપોર્ટ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *