બે ફ્લાઇટ રદ, એક મોડી થઇ, 300થી વધુ મુસાફર પરેશાન

ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ પરિવહન યાતાયાત પ્રભાવિત થઇ રહ્યાં છે. ત્યારે રવિવાર રાતથી મુંબઇમાં ભારે વરસાદને પગલે રાજકોટ આવતી અલગઅલગ એરલાઇન્સની ફ્લાઇટ્સને મોડી કરવાની તેમજ રદ કરવાની ફરજ પડી છે. જેને કારણે અનેક મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

રાજકોટ હિરાસર એરપોર્ટ ઓથોરિટીના સૂત્રના જણાવ્યા મુજબ, ગઇકાલ રાતે મુંબઇમાં પડેલા મુશળધાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ જવાના તેમજ વિઝિબિલિટી સાવ નહીંવત થઇ ગઇ હતી. જેને કારણે મુંબઇથી અલગ અલગ શહેરોમાં જતી કેટલીક ફ્લાઇટને ડાઇવર્ટ કરવાની અને કેટલીક ફ્લાઇટને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં નહિ આવતા મુસાફરો હેરાન થઇ ગયા હતા. ત્યારે રાજકોટ આવતી ઇન્ડિંગોની સોમવાર સવારની 8.30 અને 11.30ના સમયની ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી હતી. આ પૂર્વે વહેલી સવારે રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટે મુંબઇ એરપોર્ટથી મોડી ઉડાન ભરી હતી. જેને કારણે આ ફ્લાઇટ રાજકોટ 15 મિનિટ મોડી પડી હતી. જ્યારે બપોર પછી અલગ અલગ રાજકોટ આવતી ફ્લાઇટે તેના નિયત સમય પર રાજકોટ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. આમ સોમવારે બે ફ્લાઇટ રદ કરતાં રાજકોટ આવતા 200થી વધુ મુસાફરને મુંબઇ એરપોર્ટ પર પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી જતા 100 જેટલા મુસાફર મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *