આટકોટ ભાવનગર હાઇવે પર આવેલાં પીજીવીસીએલના પોલ પર ઠેર ઠેર વેલ ઉપર સુધી વીંટળાઇ ગઇ હોય છે જે ચોમાસા પહેલાં કામગીરી કરવાની હોય છે અને લોકોને ભયમુક્ત રાખવાના હોય છે. થોડા સમય પહેલાં આટકોટમાં બે પશુના ભોગ પણ વીજ કરંટના પગલે લેવાયા છે છતાં આ ઘટનામાંથી ધડો લેવાતો નથી. એ પોલ પાસેથી વેલ હટાવીને તંત્રે સંતોષ માની લીધો પરંતુ તે પોલની આસપાસમાં આવેલા બીજા અનેક પોલ એવા છે કે જ્યાં વેલનું આલિંગન યથાવત છે તે તંત્રને ક્યારે નજરે ચડશે તે તો રામ જાણે!