બે કે તેથી વધુ માળ હોય તે સ્કૂલો ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલામાળે જ ભણાવી શકશે

શિક્ષણ વિભાગ દ્વારા ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા નહિ હોય તેવી શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે આવો આદેશ કરવામાં આવ્યો છે. ફાયર NOC લઈને શિક્ષણ વિભાગે શાળાઓને એક પરિપત્ર કર્યો છે. જેમાં આગામી 30 દિવસમાં ફાયર એનઓસી મેળવી લેવા કડક સૂચના આપવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરની તમામ શાળાઓને ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનોને લઈને એક પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની બનેલી દુર્ઘટના બાદ શાળાઓમાં ફાયર સેફ્ટીને લઇને ભારે વિવાદ થયો હતો. દરેક સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લગતી વ્યવસ્થા અને બી.યુ.પરવાનગી છે કે નહીં તેની ચકાસણી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. હવે સ્કૂલ ઓફ કમિશનર દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી છે કે, આગામી 30 દિવસમાં દરેક સ્કૂલોએ ફાયર એનઓસી મેળવી લેવાનું રહેશે. આ ઉપરાંત ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *