બેલારુસની રાજધાનીથી 125 કિમી દૂર વેગનર ગ્રૂપના પ્રમુખ યેવગેનીનું નવું ઠેકાણું બની રહ્યું છે

રશિયાને ગૃહયુદ્ધના સંકટમાંથી બચાવનાર બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કો હવે પોતે વિવાદોમાં ઘેરાયા છે. તેમના પર આરોપ છે કે તે વેગનર ગ્રૂપના પ્રમુખ યેવનેની પ્રિગોઝિન માટે બેલારુસમાં રહેવા માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યા છે. હવે સેટેલાઇટ ઇમેજ સામે આવતાં જાહેર થયું છે કે વેગનરના પ્રમુખ પ્રિગોઝિન અને વેગનર લડવૈયાઓનું નવું ઠેકાણું એસિપોવિચી મિસાઈલ બેઝ હશે.

મંગળવારની તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ત્યાં 8 એકરમાં ફેલાયેલ સ્પોર્ટ્સફિલ્ડની પાસે 6 મોટા તંબુ જેવા આકાર ઊભા કરી દેવાયા હતા. આ બેઝ બેલારુસની રાજધાની મિન્સ્કથી લગભગ 125 કિમી દૂર અને એસિપોવિચી શહેરથી લગભગ 20 કિ.મી દૂર છે. જ્યાં પહેલાંથી જ કેટલીક સૈન્ય સંસ્થા, ટ્રેનિંગ ગ્રાઉન્ડ અને હથિયારોનો ભંડાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *