બેલારુસના રાષ્ટ્રપતિએ કહ્યું- પુતિન પ્રિગોઝિનને મારી નાંખવા માંગતા હતા

બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ બુધવારે મોડી સાંજે રશિયાની ખાનગી સેના વેગનરના વિદ્રોહ અને સમાધાન બાદ પત્રકાર પરિષદ યોજી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, તેમણે કહ્યું કે જ્યારે વેગનરનો વિદ્રોહ ચરમસીમા પર હતો, ત્યારે પુતિને તેમને પ્રિગોઝિનની હત્યા કરવાનું પણ કહ્યું હતું. જો કે, લુકાશેન્કોએ પુતિનને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવાનું કહ્યું, પછી સમજૂતી થઈ હતી.

ફોન કોલ દરમિયાન, લુકાશેન્કોએ સંઘર્ષને બદલે શાંતિ માટે પ્રયાસ કરવાની અપીલ કરી. આ તરફ વેગનર ચીફ યેવગેની પ્રિગોઝિન 27 જૂને બેલારુસ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ તેની પુષ્ટિ કરી છે. રશિયાએ પણ પ્રિગોઝિન સામેના તમામ કેસ સમાપ્ત કરી દીધા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ ડીલ હેઠળ વેગનર ગ્રુપના મોટા હથિયારો અને હાર્ડવેરને પરત ખેંચવાની તૈયારી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *