એસ.બી.આઇ બેંક તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી ગામડાંમાં વસતા 18થી 45 વર્ષની વયના ગરીબ તથા બેરોજગાર યુવક-યુવતીઓને 60 કરતાં પણ વધારે પ્રકારની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે.
જેમાં હાલ 14 દિવસની “કોસ્ચ્યુમ જ્વેલરી બનાવટ’ અને 12 દિવસની “ફાસ્ટ ફૂડ લઘુ ઉદ્યમી’ની સૌ.યુનિ, ગાર્ડી ગેટ-2 પાસે, એસ.બી.આઇ. ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થામાં તાલીમ ચાલુ છે.
જે આખો દિવસ સવારે 9:30થી સાંજના 6:00 વાગ્યા સુધી શરૂ છે. હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જસદણ, વીંછિયા સહિતના તાલુકાના છેવાડાના ગામડાંઓના બહેનો આ તાલીમ લઇ રહ્યા છે.