બેકાબૂ સ્કૂલ બસ ચાલકે ઠોકરે લેતા બે વર્ષના બાળકનું મોત

રૈયા રોડ પર હનુમાન મઢી પાસેના છોટુનગરમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા વિક્રમભાઇ સોમાભાઇ વાજેલિયાના બે વર્ષના પુત્ર વિશાલ સાથે ઘર પાસે પાનની દુકાને પાન ખાવા જતા હતા તે દરમિયાન એરપોર્ટ રોડ પરથી બેકાબૂ ધસી આવેલી બસે દુકાન પાસે ઊભેલા બાળકને ઠોકરે લઇને નાસી ગયો હતો. બનાવને પગલે ગંભીર રીતે ઘવાયેલા વિશાલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જેનું સારવાર દરમિયાન મોત નીપજતા ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર મયૂરસિંહ જાડેજા સહિતે તપાસ હાથ ધરી મૃતક બાળકના પિતા વિક્રમભાઇની ફરિયાદ પરથી અકસ્માત બાદ નાસી જનાર બસચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *