બીમારીથી કંટાળી 40 વર્ષીય યુવાને અને પીડીએમ ફાટક પાસે અજાણ્યા યુવકે માલગાડી આડે ઝંપલાવી કરી આત્મહત્યા

રાજકોટમાં પીડીએમ ફાટક પાસે આજે સવારે 11 વાગ્યા આસપાસ માલગાડી પસાર થતી હોય એ સમયે આશરે 35 થી 40 વર્ષના યુવકે દોટ મૂકી માલગાડી નીચે પડતું મુકતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા જેથી પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા માલવીયાનગર પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

જૂનું જાગનાથ પ્લોટ જૈન દેરાસરની પાછળ ક્વાર્ટર્સમાં રહેતા બાબુભાઈ તુલસીભાઈ સોલંકી (ઉ.વ.40) નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ પરિવારને થતાં તુરંત 108ને જાણ કરી હતી 108ની ટીમ બનાવ સ્થળે પહોંચી યુવાનને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આપઘાત કરનાર બાબુભાઈને પગના ગોળામાં તકલીફ હોય જેથી પગનાં ગોળાનું ઓપરેશન કર્યુ હતું જેનો દુ:ખાવો સહન ન થતાં કંટાળી આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *