ECBએ ભારત સામેની બીજી ટેસ્ટ પહેલા જોફ્રા આર્ચરનો ટીમમાં સમાવેશ કર્યો છે. ઇંગ્લિશ બોર્ડે ગુરુવારે આ માહિતી આપી. બોર્ડે પોસ્ટમાં લખ્યું- ‘જોફ્રા આર્ચર ઇઝ બેક.’
30 વર્ષીય આર્ચરને 4 દિવસ પહેલા 22 જૂને ફિટનેસ ટેસ્ટ માટે સસેક્સ ટીમમાં કાઉન્ટી મેચ માટે પસંદ કર્યો હતો. આર્ચરે આ મેચમાં 18 ઓવર ફેંકી હતી. તેણે 32 રન આપીને એક વિકેટ પણ લીધી હતી. આર્ચરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 4 વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2021માં રમી હતી.
જોફ્રા આર્ચર તેની કારકિર્દી દરમિયાન સતત ઇજાઓથી પરેશાન રહ્યો છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેણે ફેબ્રુઆરી 2021માં તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, હેરી બ્રુક, ઓલી પોપ, જો રૂટ, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, સેમ કૂક, જીમી ઓવરટન, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.
બીજી ટેસ્ટ 2 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની બીજી મેચ 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાશે. 5 મેચની આ સિરીઝમાં યજમાન ઇંગ્લેન્ડ 1-0થી આગળ છે. ઇંગ્લેન્ડની ટીમે પહેલી ટેસ્ટ મેચ 5 વિકેટથી જીતી હતી.