બિહારના ડેપ્યુટી CMની સ્વાગત રેલીમાં ફાયરિંગ

બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હા લખીસરાય વિધાનસભા ક્ષેત્રમાંથી સતત પાંચમી જીત બાદ શુક્રવારે બડહિયા પહોંચ્યા. તેમના સ્વાગતમાં સમર્થકોએ બંદૂકથી ફાયરિંગ કરીને સ્વાગત કર્યું. આ દરમિયાન આસપાસથી પસાર થઈ રહેલા લોકો થોડા સમય માટે ડરી ગયા.

આ દરમિયાન વિજય સિન્હા ગાડીમાંથી માઈક લઈને કહેતા દેખાયા- અમારી સરકાર બનાવવા માટે લખીસરાયની જનતાનો આભાર. તેમના આ અવાજ વચ્ચે સમર્થકો ફાયરિંગ કરતા રહ્યા. લખીસરાયમાં સિન્હાના સ્વાગતમાં બુલડોઝરથી ફૂલો વરસાવવામાં આવ્યા.

કાર્યકર્તાઓ તેમના સમર્થનમાં નારા લગાવતા દેખાયા. નાયબ મુખ્યમંત્રીએ રોડ શો કરતા જગદંબા મંદિરે પહોંચીને પૂજા-અર્ચના કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *