શહેરમાં પોલીસના પેટ્રોલિંગની ઐસીતૈસી કરી તસ્કરો બેકાબૂ બન્યા હોય તેમ કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે નવા બંધાતા બિલ્ડિંગની સાઇડ પરથી તસ્કરો રૂ.2.89 લાખની કિંમતનો વાયરનો જથ્થાે કોઇ તસ્કરો ચોરી કરી જાણ થયા બાદ તેને તપાસ કરતા કેટલાક શખ્સો રિક્ષામાં વાયર ચોરી લઇ જતા હોવાનું બહાર આવતા તેને પોલીસમાં ફરિયાદ કરતા બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી પાસેની સુખસાગર સોસાયટી પાસેના કૈલાસ પાર્કમાં રહેતા વિજયભાઇ ગીરધરભાઇ વેકરિયાએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે નવા બંધાતા બિલ્ડિંગના બાંધકામ સાઇડ પર ઇલેક્ટ્રિક કામ પર કોન્ટ્રાક્ટ રાખી મજૂરો પાસે કામ કરતા હોય તા.3ના રોજ તેને સાઇડ પરથી ફોન આવેલ અને ચોરી થયાનું જણાવતા તે તુરંત પહોંચી તપાસ કરતા નવા બિલ્ડિંગના બીજા માળે આયુષ્માન હોસ્પિટલનું કામ ચાલતું હોય તેના એક રૂમમાં ઇલેક્ટ્રિક વાયરનો જથ્થો રાખ્યો હતો જેમાંથી કુલ.2.89 લાખની કિંમતના 119 બંડલો વાયરોની ચોરી થયાનું અને તેને આસપાસના તેમજ બિલ્ડિંગના કેમેરા ચેક કરતા સીડીના લાકડાંની પ્લાઇ તોડી રાત્રીના એકાદ વાગ્યે કેટલાક શખ્સો અંદર ઘૂસી કેબલના બંડલોની ચોરી કરી રિક્ષામાં લઇ જતા હોવાનું કેદ થઇ ગયું હોય તેને ફરિયાદ કરી હોવાનું જણાવતા બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ મારૂ સહિતે ગુનો નોંધી આરોપીઓ પકડી લેવા મથામણ કરી હતી.