સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં તેની મહિલામિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયા બાદ હાલ જેલ હવાલે છે, ત્યારે આ કેસમાં ACP ઝેડ.આર. દેસાઈએ તપાસના મહત્વના પાસાઓ જાહેર કર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ પરિવાર સાથે મળી “BLUE PAPILLON” સ્કૂલમાંથી અલગ અલગ રીતે કુલ 2.24 કરોડ રૂપિયા મેળવ્યા છે. આ દરમિયાન ગુરૂવારે પૂનમ ભદોરિયાની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી પૂનમ ભદોરિયાએ વર્ષ 2018થી 2025 દરમિયાન “BLUE PAPILLON” સ્કૂલમાંથી માતબર રકમ મેળવી હતી. જેમાં પગાર પેટે 92.34 લાખ, નફા પેટે 57.84 લાખ અને મૂડીના વ્યાજ પેટે 38.16 લાખ મળી કુલ 1,88,35,680 રૂપિયા મેળવ્યા હોવાનું ડોક્યુમેન્ટ્સ પરથી સાબિત થઈ રહ્યું છે.