પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે છે. આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા તાલુકામાં પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. આ પ્રભાતફેરીમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, સહકારમંત્રી ઇશ્વર પટેલ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ભાજપપ્રમુખ નીલ રાવ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જ્યારે આજે સવારે DyCM સંઘવીએ વડાપ્રધાનના કાર્યક્રમની લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી
શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાતફેરી દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારા ગુંજ્યા હતા. કાર્યકરોએ નાગરિકોને આવનારા આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઊમટી પડવા અને પ્રધાનમંત્રીના સંબોધનનો લાભ લેવા વિનંતી કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, દેશભક્તિ અને એક્તાના સંદેશથી ગુંજી ઊઠ્યો હતો.
આવતીકાલે યોજાનારી ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેડિયાપાડા ખાતે પહોંચીને તૈયારીની સ્થિતિ તપાસી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થવાનું છે, જેના ભાગરૂપે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.