ગોંડલ પાલિકાના મળેલા જનરલ બોર્ડમાં આખરે બાલાશ્રમ કમીટીનાં ચેરમેનનું રાજીનામુ મંજૂર કરાયું છે. અંદાજે છેલ્લા 15 વર્ષથી બાલાશ્રમનાં ચેરમેન પદે રહેલા અનિતાબેન રાજ્યગુરુએ દોઢ મહીના પહેલા ચેરમેનપદેથી રાજીનામુ આપ્યુ હતુ. તો બીજી તરફ એવી ચર્ચા છે કે પાલિકા પ્રમુખે તેમની પાસેથી રાજીનામું લઇ લીધું છે. દોઢ મહિના સુધી રાજીનામુ પેન્ડીંગ બાદ ગત શનિવારે મળેલા જનરલ બોર્ડમાં અધ્યક્ષ સ્થાનેથી મંજુર કરાયુ છે.