બારડોલી ઓઇલ મિલમાં ભીષણ આગનાં ભયાનક દૃશ્યો

સુરત જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિન પ્રતિદિન આગના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. ઓલપાડના સરસ ગામે મિલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ઓઇલ ભરેલાં ડ્રમ બ્લાસ્ટ થતાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ હતી. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામની સીમમાં આવેલી રાજકુમાર ઇન્ડસ્ટ્રીઝની એક કંપનીમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં ઓઇલ, કેમિકલ, ડીઝલનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ડ્રમમાં રહેલા જ્વલનશીલ પદાર્થ બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઇ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સુરત જિલ્લાની પાંચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *