બાચકા નીચે છુપાવેલા વિદેશી દારૂના જથ્થા સાથેની ટ્રક ઝડપાઇ

શહેરની ભાગોળે માલિયાસણ ચોકડી નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે ત્રણ રાજસ્થાની શખ્સને ઝડપી લીધા હતા. દારૂ અને ટ્રક સહિત પોલીસે કુલ રૂ.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસથી બચવા મેંદાના લોટના બાચકા નીચે દારૂ છુપાવાયો હતો.

અમદાવાદ હાઇવે તરફથી આવી રહેલી ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમે માલિયાસણ બેડી ચોકડી વચ્ચે વોચ ગોઠવી હતી અને માલિયાસણ ચોકડી નજીક નિયત નંબરની ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી.

પોલીસે ટ્રકના પાછળના ભાગમાં તપાસ કરી તો મેંદાના લોટના બાચકા જોવા મળ્યા હતા, પરંતુ તે બાચકા દૂર કરતાં જ રૂ.1,61,280ની કિંમતના 576 ચપલા દારૂ મળી આવ્યો હતો.

પોલીસે દારૂ, ટ્રક અને મોબાઇલ સહિત કુલ રૂ.23,01,235નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રકમાં બેઠેલા રાજસ્થાનના રામગઢ ગામના વસીમ અક્રમ અસીનખાન (ઉ.વ.26), સૂર્યનગર ગામના અનુભવ અરવિંદ વર્મા (ઉ.વ.23) અને ગાવપુડા ગામના કમલેશ મોહનલાલ નાઇ (ઉ.વ.34)ની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *