રાજકોટ શહેરમાં વીજબિલના બાકી લેણાં વસૂલવા માટે પીજીવીસીએલ દ્વારા ફરી એક વખત મેગા ડિસ્ક્નેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના સક્ષમ અધિકારીઓની સૂચના મુજબ તા.17 માર્ચ, 2026ના રોજ તમામ સબડિવિઝન કચેરીઓમાં એકસાથે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજાશે. આ અભિયાન દરમિયાન લાંબા સમયથી વીજબિલ નહીં ભરનાર ગ્રાહકોના વીજ કનેક્શન સીધા જ કાપી નાખવામાં આવશે.
PGVCLના સક્ષમ અધિકારીઓની સૂચના મુજબ, આ ડ્રાઈવ દરમિયાન જે ગ્રાહકોના બિલ બાકી હશે, તેમના વીજજોડાણો તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ડિસ્કનેક્શન સમયે સ્થળ પર કોઈ પણ પ્રકારના નાણાં સ્વીકારવામાં આવશે નહીં.
ગ્રાહકો ઘરે બેઠા કેશલેસ માધ્યમોથી પેમેન્ટ કરી શકે છે
ઓનલાઈન | કંપનીની વેબસાઇટ (શંકાસ્પદ લિંક દૂર કરી) પર ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા.
મોબાઈલ વોલેટ | ઇન્સ્ટા પેમેન્ટ અને ઇ-વોલેટ મારફત.
બેન્કિંગ | ECS, RTGS/NEFT અને નેટ બેન્કિંગ.
અન્ય | HDFC, ICICI અને BOB ના ATM મશીન દ્વારા તેમજ કચેરી ખાતે POS મશીન દ્વારા.