બાઇકસવાર ત્રિપુટીનો આતંક

ઉદયનગરમાં રહેતા રિક્ષાચાલક કેતનભાઇ રાઘવજીભાઇ ગોહેલ (ઉ.40) સવારે સાડા ચારેક વાગ્યાની આસપાસ તેની રિક્ષા લઇને તેના જાણીતા ગ્રાહક ઇકબાલભાઇ જે ભીમનગર સર્કલ પાસે આંબેડકરનગરમાં રહેતા હોય ત્યાંથી કપડાંના પોટલા ભરી લક્ષ્મીનગર રોડ પર જીઇબીની ઓફિસ સામે મંગળવારી ભરાતી બજારમાં ફેરો કરવા જતા હોય 150 ફૂટ રિંગ રોડ પરથી નાનામવા રોડ પર આવતા શાસ્ત્રીનગર પાસે અજાણ્યા ટ્રિપલ બાઇકસવાર પાછળ આવતા હોય તેને પાસે આવી બાઇકના ચાલકે કહેલ કે, અમારામાંથી એક માણસને આગળના ચોક સુધી લેતો જા. જેથી તેને મોડું થતું હોવાનું જણાવતા આગળ આવી તેને આંતરી તેને નીચે ઉતારી આગળના ચોક સુધી માણસને બેસાડવાનું કહેતા તું કેમ નહીં લઇ ગયો કહી ફડાકા મારવા લાગ્યો અને એક શખ્સે ગળા પર છરી રાખી તારી પાસે પૈસા અને વસ્તુ હોય તે આપી દે કહી તેના ખિસ્સામાંથી રૂ.3 હજારની રોકડ ભરેલું પાકીટ અને મોબાઇલ આંચકી લઇ નાસી જતા તે ગભરાઇ જતા ઇકબાલભાઇના ઘેર જઇ માલ ભરી મંગળવારી બજારમાં આવી ઇકબાલભાઇનો માલ ઉતારતો હતો ત્યારે તેને આવી તેના ગળામાંથી લોહી કેમ નીકળે છે તેમ પૂછતા તેને વાત કરી પોલીસને જાણ કરી હતી જેમાં બે શખ્સએ સફેદ કલરનો એક શખ્સે ચેક્સવાળી ડિઝાઇનવાળો શર્ટ પહેર્યો હોવાનું બહાર આવતા તાલુકા પોલીસે ગુનો નોંધી બન્ને લૂંટમાં એક જ ત્રિપુટી હોવાની શંકાએ તેને પકડી લેવા કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *