બાંધકામ સાઈટ પર 12મા માળેથી પટકાતા શ્રમિકનું મોત

રાજકોટ શહેરમાં નવા 150 ફુટ રીંગ રોડ ઉપર કટારિયા ચોક નજીક કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલ ધ-પાર્ક બિલ્ડિંગ નામની બાંધકામ સાઈટ પર રહી મજૂરી કરતો મૂળ મધ્યપ્રદેશનો વતની લલીતભાઇ કાજુભાઇ ખરાડિયા (ઉ.વ.18) બુધવારે મોડી રાત્રીના 2.30 વાગ્યાની આસપાસ ધ-પાર્ક બિલ્ડિંગમાં કામ કરતી વખતે પગ લપસતા બારમા માળથી પડી જતા જાળીમાં ફસાઈ ગયો હતો તેને અર્ધ બેભાન હાલતમાં રૈયા રોડની યુનાઇટેડ કેર હોસ્પિટલમાં ખસેડતા આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય બનાવ

મેટોડા GIDC ગેઇટ નંબર 3 પારેખ સ્ટીલ સામે આવેલ વી.કે.મેટલ નામના બંધ પડેલ કારખાનાની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે બાતમીના સ્થળેથી પોલીસને એક દેશી બનાવટની પીસ્ટલ (હથીયાર) અને કાર્ટીઝ નંગ-15 મળી આવ્યાં હતા. તેમજ ઓરડીમાં તપાસ કરતાં ત્યાંથી અલગ અલગ બ્રાંડના ઇગ્લીંશ દારૂના 16 ચપલા તેમજ રોકડ રૂ.7,48,500 મળી આવતા કુલ રૂ.7,63,200ના મુદામાલ સાથે રાકેશ ચીમન તડવી (ઉ.વ.35) ની ધરપકડ કરી દારૂ, દેશી બનાવટની પીસ્ટલ, કાર્ટીઝ અને રોકડ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી. આરોપી અન્ય રાજ્યમાંથી હથીયાર લાવી રાખ્યું હતું અને તેની પાસેથી મળેલ રોકડ તેમને અગાઉ જ્યાં નોકરી કરતો હતો ત્યાંનો સાથે આવેલ પગાર અને પોતાની બચત હોવાનું રટણ કર્યું હતું. હાલ પોલીસે તેને બે દિવસના રીમાન્ડ પર લઈ વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *