બાંધકામ પ્રોજેક્ટની માહિતીનું બેનર QR કોડ સાથે લગાવવું ફરિજયાત

રાજ્યમાં કોઈપણ વ્યક્તિ જો મકાન અને દુકાન જેવી મિલકત ખરીદવા માગતી હોય તો બાંધકામ સાઈટના પ્રોજેક્ટની માહિતી ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની વેબસાઈટ પરથી મેળવવી પડે છે. મકાન કે દુકાન સહિતની મિલકત ખરીદવા આવનારા નાગરિકોને પ્રોજેક્ટના બાંધકામની માહિતી મળી રહે એે માટે હવે ફરજિયાત દરેક બાંધકામ સાઈટ પર ડેવલપર-બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ QR કોડ સાથે લગાવવાનું રહેશે. જો કોઈપણ બિલ્ડર કે ડેવલપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે. આજે 1 ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીનાં બોર્ડ, બેનર લગાવવાં RERAનો હુકમ કોઇપણ પ્રોજેક્ટના એલોટી કે સંભવિત ગ્રાહકને પ્રોજેક્ટ સંબંધી માહિતી રેરાની વેબસાઈટ પર ફક્ત પ્રોજેક્ટનો રેરા રજિસ્ટ્રેશન નંબર મારફત ઉપલબ્ધ થાય છે. નાગરિકો આ કાર્યપદ્ધતિથી અજાણ હોય છે અને પરિણામે તેમને ચોક્કસ માહિતી મળી શકતી નથી. જાહેર જનતાને પ્રોજેક્ટને લગતી વિગતો, જેવી કે રેરા રજિસ્ટ્રેશનની વિગતો, પ્રોજેક્ટના બાંધકામની વિગતો. પ્રોજેક્ટના સ્પેસિફિકેશન, એમેનીટીઝની વિગતો, રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો તથા પ્રોજેક્ટ લોનની વિગતો પ્રોજેક્ટના સ્થળે જ સહેલાઇથી ઉપલબ્ધ થાય એ માટે પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીનાં બોર્ડ, બેનર લગાવવાં RERA દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં રેરા રજિસ્ટર્ડ તમામ કાર્યરત પ્રોજેક્ટ માટે, ધ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (જનરલ) રેગ્યુલેશન્સ 2017ના રેગ્યુલેશન-5માં દર્શાવેલા દસ્તાવેજો, જેવા કે જવાબદાર તંત્ર પાસે મંજૂર કરાવવામાં આવેલા પ્લાન અને એનો લેઆઉટ સહિતની વિગતો બોર્ડ અથવા બેનર તેમજ ડિસ્પ્લે મારફત પ્રોજેક્ટના સાઈડ પર લગાવવાની રહેશે. બોર્ડ અથવા બેનરની લઘુતમ પહોળાઇ 1.20 મી. તથા લઘુતમ ઊંચાઈ 2 મી. રાખવાની રહેશે. પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશ પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઇ શકાય એે રીતે જમીનથી 1.50મી.થી 2 મી. ઊંચાઈએ મૂકવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *