બાંગ્લાદેશમાં શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટના અવમાનના બદલ 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. બંગાળી અખબાર ધ ડેઇલી સ્ટાર મુજબ, ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલે (ITC) બુધવારે આ સજા સંભળાવી હતી. હસીના અને સ્થાનિક નેતા શકીલ અકાંડા બુલબુલ વચ્ચેની ફોન વાતચીતની તપાસ કર્યા પછી ITCએ આ ચુકાદો આપ્યો હતો.

આ વાતચીત ગયા વર્ષે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને ઘણા અખબારોમાં પણ પ્રકાશિત થઈ હતી. આ કથિત ઓડિયો ક્લિપમાં શેખ હસીનાને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે તેમની સામે 227 કેસ નોંધાયેલા છે, તેથી તેમને 227 લોકોને મારવાનું લાઇસન્સ મળી ગયું છે.

બાંગ્લાદેશમાં થયેલા મોટા બળવા બાદ ગયા વર્ષે 5 ઓગસ્ટે શેખ હસીનાએ રાજીનામું આપ્યું હતું અને તરત જ ભારત ભાગી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *