રામધણ પાસે રહેતા અને ઉમિયા ચોક પાસે ઓફિસ ધરાવનાર વેપારી સાથે આદું એક્સપોર્ટ કરવાના નામે રૂપિયા 21 લાખની છેતરપિંડી કર્યા આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાંગ્લાદેશમાં આદુનો માલ વેપારીને વેચવા માટે ફરિયાદી પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા બાદ આ માલ આરોપીએ બારોબાર વેચી નાખ્યો હતો. જેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે હાલ શ્રી નાથજી પાર્ક શેરી નં.1માં મૈત્રી કોમ્પ્લેક્ષવાળી શેરીમાં રહેતાં મૂળ જૂનાગઢના વતની ફેનીલ વિનોદભાઈ બારસીયા (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અભિષેક રોય સહિતના શખ્સોના નામ આપતાં તાલુકા પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
અન્ય બનાવ સરધારમાં પીજીવીસીએલ કચેરી દ્વારા અલગ અલગ વાડીઓમાં લગાવવામાં આવેલા 7 ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતા 2 શખ્સોને આજીડેમ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ની શોધખોળ ચાલુ છે. આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને લઈને ડીસીપી અને એસીપીના માર્ગદર્શન હેઠળ ટીમે લાપાસરી ગામથી આગળ આવેલ ચોકડી પાસેથી બે શંકાસ્પદ શખસોને પકડી પાડી પૂછપરછ કરતા તેમના નામ હઠૂ કાનજીભાઈ ચારોલીયા (ઉં વ 40)(રહે. સરધાર), વિશાલ ઉર્ફે ભૂરો રમેશભાઈ વાઘેલા (ઉં વ 18)( રહે. ભાવનગર) નામ જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા બન્ને શખસોએ સરધાર વિસ્તારના અલગ અલગ સ્થળેથી સાત ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુમિનિયમના વાયરની ચોરી કર્યાની કબુલાત આપી હતી તેમજ તેમની સાથે અન્ય બે શખસો સામેલ હોવાનું જણાવ્યું હતું.જેમના નામ સુરેશ વેરશી વાઘેલા અને વિજય વાઘેલા જણાવ્યું હતું. પોલીસે પકડાયેલા બન્ને શખસો સામે કાર્યવાહી કરી અન્ય બેને પકડવા તજવીજ હાથ ધરી હતી.