બપોરે 2.30 વાગ્યે તાપમાન 24.6 ડિગ્રી, ઠંડીનો ચમકારો

રાજકોટ સહિતના શહેરોમાં સર્જાયેલી માવઠાની સ્થિતિના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં ભારે ઘટાડો થયો છે. થોડા દિવસો પહેલાં જે શહેરોનું તાપમાન 40ને પાર નોંધાઈ રહ્યું હતું તેમાં માવઠાના કારણે 8થી 14 ડિગ્રીનો ઘટાડો થયો છે. રાજકોટ સહિતના અનેક શહેરોમાં મે મહિનામાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે આગામી 11 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજકોટ શહેરમાં બુધવારે સવારથી બપોરે 1.30 સુધી તડકો રહ્યા બાદ ફરીથી હવામાન પલટાયું હતું. જ્યારે દોઢેક વાગ્યા બાદ સામાન્ય ઝાપટું પણ વરસી ગયું હતું. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, લોકોએ ભરઉનાળે શિયાળા જેવી ઠંડીનો અહેસાસ કર્યો હતો.

રાજકોટમાં સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 28.4 અને લઘુતમ તાપમાન 23.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજ-85 ટકા રહ્યો હતો. અને પવનની ઝડપ 12 કિ.મી.રહેવા પામી હતી. બપોરે 2.30 કલાકે તાપમાન 24.6 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજ 90 ટકા રહ્યો હતો. જ્યારે પવનની ઝડપ 12 કિ.મી.પ્રતિ કલાક રહેવાપામી હતી.

હવામાન વિભાગે આગામી 11 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં પવનની ગતિ 60-70 કિમી પ્રતિકલાકની રહેશે રાજ્યમાં ક્યાંક રેડ અલર્ટ તો ક્યાંક ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *