બનાસકાંઠા પંથકના પોક્સોનાં ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી ગોંડલ પોલીસ

રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા નાસતા- ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર જે. પી. રાવ ની સુચના અન્વયે સવૅલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હતા.

આ દરમ્યાન પો. હેડ કોન્સ. મદનસિંહ જેઠુસિંહ ચૌહાણ તથા પો.કોન્સ ઓમદેવસિંહ જાડેજાને હકિકત મળેલ કે બનાસકાંઠા જીલ્લા ના ભાભર પોલીસ સ્ટેશન ના બી.એન.એસ. એકટ ની કલમ 64(2) (એમ) 351(3) તથા પોકસો એકટ ની કલમ 4, 6, મુજબ નાસતો ફરતો આરોપી સાહીલજી ઠાકોરને પોરબદરથી રાજકોટ તરફ જનાર છે. જેને પકડી લઇ આગળની કાયૅવાહી માટે ભાભર પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી મજકુર વીરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવા સોંપી આપેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *